સ્કીપ ટુ કન્ટેન્ટ

અમે ભેદભાવ રાખતા નથી

અમે ભેદભાવ રાખતા નથી

યહોવાના સાક્ષીઓ માને છે કે ઈશ્વરની નજરે દરેક જાતિના લોકો સમાન છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) અમુક લોકોના મનમાં બીજાઓ માટેનો ઊંડો પૂર્વગ્રહ હોય છે. અમે બાઇબલ શિક્ષણ આપીને લોકોને એ પૂર્વગ્રહ કાઢવા મદદ કરીએ છીએ.

વધુમાં, જાતિ કે સમાજમાં ધિક્કાર ફેલાવતા કોઈ પણ આંદોલનને અમે ટેકો આપતા નથી. જેમ કે, જર્મનીમાં નાઝી સરકાર હતી એ સમયમાં યહોવાના સાક્ષીઓએ જર્મનીમાં અને બીજી જગ્યાઓએ હિટલરના ધિક્કાર ફેલાવતા આંદોલનને ટેકો આપ્યો ન હતો. એના લીધે સેંકડો સાક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો.

એ જ રીતે, ૧૯૯૪માં રુવાન્ડા દેશમાં અમુક જાતિને મિટાવી દેવા કત્લેઆમ થઈ, એમાં યહોવાના સાક્ષીઓએ જરાય ભાગ ન લીધો. એ સમયે અમુકને શોધી શોધીને પકડવામાં આવતા અને કતલ કરવામાં આવતા, તેઓને બચાવવા માટે કેટલાક સાક્ષીઓએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો. અરે, કેટલાક તો મોતને ભેટ્‌યા.

અમે બધા લોકોને મદદ કરવા ચાહતા હોવાથી, બાઇબલ સાહિત્ય ૬૦૦ કરતાં વધારે ભાષાઓમાં છાપીએ છીએ અને એનું વિતરણ કરીએ છીએ. “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના” બધા લોકોનો અમારા મંડળોમાં હૃદયપૂર્વક આવકાર કરવામાં આવે છે.—પ્રકટીકરણ ૭:૯.