સ્કીપ ટુ કન્ટેન્ટ

ઈસુના મરણને યાદ કરતો પ્રસંગ

શનિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૫

દર વર્ષે યહોવાના સાક્ષીઓ ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરે છે. એમ કરીને તેઓ ઈસુની આ આજ્ઞા પાળે છે. તેમણે કહ્યું હતું: “મારી યાદમાં આ કરતા રહો.”—લૂક ૨૨:૧૯.

અમે તમને એ પ્રસંગમાં આવવા આમંત્રણ આપીએ છીએ.

વારંવાર પૂછાતા સવાલો

આ કાર્યક્રમ કેટલો સમય ચાલશે?

એ એક કલાકનો હશે.

કાર્યક્રમ ક્યાં રાખવામાં આવશે?

તમારી નજીકની જગ્યા વિશે જાણવા યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો.

કાર્યક્રમમાં હાજર રહેવા શું કોઈ પૈસા આપવા પડશે?

ના.

શું ત્યાં દાન ઉઘરાવવામાં આવશે?

ના.

શું કોઈ ખાસ પ્રકારનાં કપડાં પહેરીને આવવું પડશે?

ના. કોઈ ખાસ પ્રકારનાં કપડાં પહેરીને આવવું જરૂરી નથી. કપડાં વિશે યહોવાના સાક્ષીઓ ઈશ્વરનું માર્ગદર્શન પાળે છે. તેઓ શોભતાં અને મર્યાદા જાળવે એવા કપડાં પહેરે છે. (૧ તિમોથી ૨:૯) મોંઘા મોંઘા કપડાં કે સૂટ-બૂટ પહેરીને જ આવવું જરૂરી નથી.

સ્મરણપ્રસંગે શું કરવામાં આવે છે?

સભાની શરૂઆત અને અંત ગીત અને પ્રાર્થનાથી થશે. પ્રાર્થનાઓ યહોવાના સાક્ષીઓમાંથી કોઈ ભાઈ કરાવશે. કાર્યક્રમમાં એક ખાસ પ્રવચન હશે જેનાથી સમજણ મળશે કે ઈસુનું મરણ આપણા માટે કેમ મહત્ત્વનું છે. એ પણ જોઈશું કે ઈશ્વર અને તેમના દીકરા ઈસુએ આપણા માટે જે કર્યું એનાથી કઈ રીતે ફાયદો થાય છે.

આવનાર વર્ષોમાં સ્મરણપ્રસંગ ક્યારે ઊજવવામાં આવશે?

૨૦૨૫: શનિવાર, ૧૨ એપ્રિલ

૨૦૨૬: ગુરુવાર, ૨ એપ્રિલ