પ્રસ્તાવના
આજનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. એની અસર કુટુંબ અને લગ્નજીવન પર થાય છે. શું આવા સંજોગોમાં પણ કુટુંબ સુખી થઈ શકે? એ હંમેશાં સહેલું નથી. પરંતુ, આપણને મદદ મળી શકે છે. ખરું કે, લગ્નજીવન સુખી બનાવવા માટે બધી જ સલાહ આ પુસ્તિકામાં આપવામાં આવી નથી. પરંતુ, એમાં બાઇબલના મહત્ત્વના સિદ્ધાંતો અને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં છે. જો એને યોગ્ય રીતે લાગુ પાડવામાં આવે, તો તમારું કુટુંબ પણ સુખી બની શકશે.