સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વધારે માહિતી

સ્વર્ગદૂત મિખાએલ કોણ છે?

સ્વર્ગદૂત મિખાએલ કોણ છે?

બાઇબલ જણાવે છે કે મિખાએલ એક સ્વર્ગદૂત છે. પણ એનાથી વધારે જણાવતું નથી. બાઇબલ જણાવે છે કે યહોવાની ભક્તિ માટે કોઈ પણ કામ મિખાએલ પૂરી ધગશથી કરે છે. દાનિયેલનું પુસ્તક જણાવે છે કે મિખાએલ, શેતાનના દૂતો સામે લડે છે. યહૂદાના પુસ્તક પ્રમાણે તે શેતાનનો વિરોધ કરે છે. પ્રકટીકરણના પુસ્તકમાં શેતાન અને તેના જેવા બીજા દૂતો સામે તે લડે છે. જ્યારે દુશ્મનો સામે મિખાએલ ઈશ્વરને પક્ષે ઊભા થાય છે ત્યારે તે પોતાના નામનો અર્થ પૂરો કરે છે. તેમના નામનો અર્થ થાય કે ‘ઈશ્વર જેવું કોણ છે?’ પણ સ્વર્ગદૂત મિખાએલ કોણ છે?

ઘણી વાર વ્યક્તિને એક કરતાં વધારે નામ હોય છે. જેમ કે, ઈશ્વરભક્ત યાકૂબને ઇઝરાયલ પણ કહેવામાં આવ્યા. ઈસુના શિષ્ય પિતરનું બીજું નામ સિમોન પણ હતું. (ઉત્પત્તિ ૪૯:૧, ૨; માથ્થી ૧૦:૨) એ જ રીતે, બાઇબલ જણાવે છે કે મિખાએલ, ઈસુનું એક બીજું નામ છે. ઈસુ ધરતી પર આવ્યા એ પહેલાં અને પાછા સ્વર્ગમાં ગયા ત્યારે પણ એ નામથી ઓળખાયા. ચાલો બાઇબલમાંથી એની અમુક સાબિતી જોઈએ.

પ્રમુખ દૂત. બાઇબલ મિખાએલને જ મુખ્ય કે ‘પ્રમુખ દૂત’ કહે છે. (યહુદા ૯) બાઇબલમાં જ્યારે પણ ‘પ્રમુખ દૂત’ વિશે વાત થાય છે ત્યારે ઘણા દૂતોની નહિ, પણ હંમેશાં એક ખાસ દૂતની જ વાત થાય છે. તેથી પ્રમુખ દૂત કોઈ એક જ છે. બાઇબલ ઈસુને જ પ્રમુખ દૂત તરીકે ઓળખાવે છે. ઈસુ ખ્રિસ્ત વિશે પહેલો થેસ્સલોનિકી ૪:૧૬ કહે છે: ‘પ્રભુ પોતે પ્રમુખ દૂતની વાણી સાથે સ્વર્ગમાંથી ઊતરશે.’ આ બતાવે છે કે ઈસુની વાણી પ્રમુખ દૂતની વાણી હશે. આ કલમો બતાવે છે કે ઈસુ પોતે જ પ્રમુખ દૂત મિખાએલ છે.

સેનાપતિ. બાઇબલ કહે છે કે, ‘મિખાએલ તથા તેના દૂતો અજગર અને તેના દૂતો સાથે લડ્યા.’ (પ્રકટીકરણ ૧૨:૭) આ બતાવે છે કે ઈશ્વરના સ્વર્ગદૂતોનું લશ્કર છે, જેના સેનાપતિ મિખાએલ છે. પ્રકટીકરણનું પુસ્તક પણ ઈસુને સ્વર્ગદૂતોથી બનેલા સૈન્યના સરદાર કહે છે. (પ્રકટીકરણ ૧૯:૧૪-૧૬) ઈશ્વરભક્ત પાઉલે પણ ‘પ્રભુ ઈસુ અને તેમના શક્તિશાળી દૂતો’ વિશે જણાવ્યું. (૨ થેસ્સલોનિકી ૧:૭) મિખાએલ અને તેમના ‘પોતાના દૂતો’ તથા ઈસુ અને તેમના ‘પોતાના દૂતો’ વિશે બાઇબલ વાત કરે છે. (માથ્થી ૧૩:૪૧; ૧૬:૨૭; ૨૪:૩૧; ૧ પિતર ૩:૨૨) હવે બાઇબલ એમ નથી શીખવતું કે યહોવા પાસે સ્વર્ગદૂતોથી બનેલા બે લશ્કરો છે, જેમાં એકના સેનાપતિ મિખાએલ છે અને બીજાના ઈસુ. એટલે જ એમ કહી શકાય કે સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્તનું નામ મિખાએલ છે અને સ્વર્ગદૂતોથી બનેલું એક જ લશ્કર છે. *

^ ફકરો. 4 મિખાએલ નામ ઈશ્વરના દીકરાને જ લાગુ પડે છે. એ વિશે વધુ જાણવા માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સનો બીજો ગ્રંથ, પાન ૩૯૩-૩૯૪ જુઓ.