ક-૭-ખ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ઈસુના પ્રચારકાર્યની શરૂઆત
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લૂક |
યોહાન |
---|---|---|---|---|---|---|
૨૯, પાનખર |
યર્દન નદી, કદાચ યર્દનની પાર બેથનિયામાં અથવા એની પાસે |
ઈસુનું બાપ્તિસ્મા અને તેમને અભિષિક્ત કરવામાં આવે છે; યહોવા જાહેર કરે છે કે ઈસુ તેમના દીકરા છે અને તેમનો સ્વીકાર કરે છે |
||||
યહૂદિયાનો વેરાન પ્રદેશ |
શેતાન પરીક્ષણ કરે છે |
|||||
યર્દનની પાર બેથનિયા |
ઈસુ તો ઈશ્વરનું ઘેટું છે, એવી ઓળખ બાપ્તિસ્મા આપનાર યોહાન આપે છે; શરૂઆતના શિષ્યો ઈસુ સાથે જોડાય છે |
|||||
ગાલીલનું કાના; કાપરનાહુમ |
લગ્નમાં પહેલો ચમત્કાર, પાણીનો દ્રાક્ષદારૂ બનાવે છે; કાપરનાહુમની મુલાકાત લે છે |
|||||
૩૦, પાસ્ખાનો તહેવાર |
યરૂશાલેમ |
મંદિરને શુદ્ધ કરે છે |
||||
નિકોદેમસ સાથે વાત કરે છે |
||||||
યહૂદિયા; એનોન |
યહૂદિયાનાં ગામડાઓમાં જાય છે, તેમના શિષ્યો બાપ્તિસ્મા આપે છે; ઈસુ વિશે યોહાનની છેલ્લી સાક્ષી |
|||||
તિબેરિયાસ; યહૂદિયા |
યોહાનને કેદ; ઈસુ ગાલીલ જવા નીકળે છે |
|||||
સમરૂનમાં સૂખાર |
ગાલીલ જતી વખતે રસ્તામાં સમરૂનીઓને શીખવે છે |