શાસ્ત્રમાંથી સવાલોના જવાબો
શું ગરીબી વગરની દુનિયા શક્ય છે?
ગરીબીને લીધે ઘણા લોકોને પૂરતો ખોરાક મળતો નથી અને તેઓ બીમારીનો ભોગ બને છે. એના કારણે, દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ખરું કે, દુનિયાના અમુક દેશો સમૃદ્ધ છે, છતાં મોટા ભાગના લોકો હજી પણ ગરીબીમાં જીવે છે. શાસ્ત્ર જણાવે છે કે, મનુષ્યો માટે ગરીબી પહેલેથી જ એક સમસ્યા છે.—યોહાન ૧૨:૮ વાંચો.
ગરીબીનો અંત લાવવા દુનિયા ફરતે એક જ સરકાર હોવી જરૂરી છે. એવી સરકાર જેની પાસે સમાન રીતે સાધન-સંપત્તિ વહેંચવાની અને યુદ્ધોનો અંત લાવવાની શક્તિ હોય. કેમ કે, એ બંને ગરીબીનાં મુખ્ય કારણો છે. ઈશ્વરે એવી જ એક સરકાર લાવવાનું વચન આપ્યું છે.—દાનીયેલ ૨:૪૪ વાંચો.
ગરીબીનો અંત કોણ લાવશે?
ઈશ્વરે પોતાના દીકરા ઈસુને દુનિયા પર રાજ કરવા પસંદ કર્યા છે. (ગીતશાસ્ત્ર ૨:૪-૮) ઈસુ ગરીબોને મુશ્કેલીઓમાંથી બચાવશે. તેમ જ, જુલમ અને હિંસાનો અંત લાવશે.—ગીતશાસ્ત્ર ૭૨:૮, ૧૨-૧૪ વાંચો.
શાસ્ત્રમાં અગાઉથી જણાવવામાં આવ્યું હતું તેમ ‘શાંતિના રાજકુમાર’ ઈસુ, દુનિયા ફરતે શાંતિ અને સલામતી લાવશે. એ સમયે બધા પાસે પોતાનું ઘર હશે, મનગમતું કામ હશે અને અઢળક ખોરાક હશે.—યશાયા ૯:૬, ૭; ૬૫:૨૧-૨૩ વાંચો. (w૧૫-E ૧૦/૦૧)