નફરતને કઈ રીતે દૂર કરી શકાય?
૧ | બધાને એકસરખા ગણીએ
ઈશ્વરે શાસ્ત્રમાં જણાવ્યું છે:
“ઈશ્વર પક્ષપાત કરતા નથી. પણ દરેક દેશમાં જે કોઈ તેમનો ડર રાખે છે અને સારાં કામ કરે છે, તેને તે સ્વીકારે છે.”—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૪, ૩૫.
એનો શું અર્થ થાય?
ઈશ્વર યહોવા * બધા દેશ, જાતિ, રંગ, ભાષા કે સંસ્કૃતિના લોકોને એકસરખા ગણે છે. તે એ જુએ છે કે આપણું દિલ કેવું છે. “માણસ તો બહારનો દેખાવ જુએ છે, પણ યહોવા દિલ જુએ છે.”—૧ શમુએલ ૧૬:૭.
તમે શું કરી શકો?
એ સાચું છે કે ભગવાનની જેમ આપણે બીજાઓના દિલમાં શું છે એ જોઈ શકતા નથી. પણ આપણે બીજાઓને સારી રીતે ઓળખી તો શકીએ છીએ. એવું ન વિચારો કે ફલાણી જાતિ કે ભાષાના બધા લોકો એકસરખા હોય છે. યાદ રાખો દરેક વ્યક્તિ અલગ હોય છે. જો તમને કોઈ જાતિ કે ભાષા કે રંગના લોકો ન ગમતા હોય તો શું કરી શકો? તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારા મનમાંથી આવા ખરાબ વિચારો કાઢવા તે તમને મદદ કરે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૩, ૨૪) જો તમે સાચા દિલથી યહોવા ભગવાનને પ્રાર્થના કરશો તો તે તમારી પ્રાર્થના ચોક્કસ સાંભળશે. બધાને એકસરખા ગણવા તે તમને મદદ કરશે.—૧ પિતર ૩:૧૨.
^ ફકરો. 6 પવિત્ર શાસ્ત્રમાં ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.
“પહેલાં મેં ક્યારેય કોઈ ગોરા માણસ સાથે બેસીને શાંતિથી વાત પણ કરી ન હતી. હવે હું એવા કુટુંબનો ભાગ છું જ્યાં કોઈ પણ જાતનો રંગભેદ કે જાતિભેદ નથી. તેઓ વચ્ચે સાચો પ્રેમ છે.”—ટાઈટસ