સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શાસ્ત્રની પ્રાચીન હસ્તપ્રતોમાં ઈશ્વરનું નામ (હાઇલાઇટ કરેલું)

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

શું ઈશ્વરનું નામ છે?

અમુક લોકો માને છે કે ઈશ્વરનું કોઈ નામ નથી. બીજાઓ તેમને દેવ અથવા પ્રભુ કહે છે. જ્યારે કે બીજાઓ કહે છે કે તેમના તો કેટલાય નામ છે. તમારું શું માનવું છે?

શાસ્ત્ર શું કહે છે?

‘તમે, જેમનું નામ યહોવા છે, તે તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?

  • જોકે ઈશ્વરના ઘણા ખિતાબો છે. પણ તેમણે પોતે પોતાનું નામ જણાવ્યું છે.—નિર્ગમન ૩:૧૫.

  • ઈશ્વર કંઈ રહસ્ય નથી. તે ચાહે છે કે આપણે તેમને ઓળખીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭.

  • ઈશ્વર સાથે મિત્રતા કરવાનું પહેલું પગથિયું તેમને નામથી ઓળખવું હોઈ શકે.—યાકૂબ ૪:૮.

શું ઈશ્વરનું નામ વાપરવું ખોટું છે?

તમે શું કહેશો?

  • હા

  • ના

  • કદાચ

શાસ્ત્ર શું કહે છે?

‘તારા ઈશ્વર યહોવાનું નામ તું નકામું ન લે.’ (નિર્ગમન ૨૦:૭) ઈશ્વરના નામનો માનપૂર્વક ઉપયોગ ન કરીએ તો, જ એ ખોટું કહેવાય.—યિર્મેયા ૨૯:૯.

શાસ્ત્ર બીજું શું શીખવે છે?