સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

આપણી દુઃખ-તકલીફો જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

અમુક લોકો માને છે કે ઈશ્વર કંઈ જોતા નથી અને તેમને આપણી દુઃખ-તકલીફોની કંઈ પડી નથી.

બાઇબલ શું કહે છે એનો વિચાર કરો:

  • ઈશ્વર બધું જુએ છે અને આપણી સંભાળ પણ રાખે છે

    ‘યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને હૃદયમાં તે ખેદિત થયા.’—ઉત્પત્તિ ૬:૫, ૬.

  • ઈશ્વર બધી દુઃખ-તકલીફો દૂર કરશે

    “કેમ કે થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામનિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

  • ઈશ્વર તમારા માટે શું ઇચ્છે છે

    “જે ઇરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઇરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે. તમે મને હાંક મારશો, ને તમે જઈને મારી પ્રાર્થના કરશો, એટલે હું તમારું સાંભળીશ.”—યિર્મેયા ૨૯:૧૧, ૧૨.

    “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.