સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ

ઈશ્વરને ઓળખીએ, તેમના માર્ગે ચાલીએ

ઈશ્વર હાડમાંસના બનેલા નથી. તેમની પાસે અપાર શક્તિ છે. તેમના ગુણો અજોડ છે. તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણી લાગણીઓ સમજે છે. તેમણે પોતાના વિશે આપણને ઘણું જણાવ્યું છે, જેથી આપણે તેમના દોસ્ત બની શકીએ. ચાલો તેમના વિશે જાણીએ.—યોહાન ૧૭:૩; યાકૂબ ૪:૮.

ઈશ્વરનું એક નામ છે

“બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.”—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.

બાઇબલમાં જણાવ્યું છે કે ફક્ત એક જ સાચા ઈશ્વર છે. તેમનું નામ યહોવા છે. તેમણે આખું વિશ્વ, ચંદ્ર, તારા, પૃથ્વી અને એના પરના બધાં જીવજંતુઓ, પ્રાણીઓ તથા મનુષ્યને બનાવ્યા. ફક્ત તે જ આપણી ભક્તિના હકદાર છે.—પ્રકટીકરણ ૪:૧૧.

યહોવા પ્રેમના સાગર છે

“ઈશ્વર પ્રેમ છે.”—૧ યોહાન ૪:૮.

બાઇબલ અને સૃષ્ટિમાંથી યહોવાના અનેક ગુણો જોવા મળે છે. પ્રેમ એ ઈશ્વરની ઓળખ છે. યહોવા વિશે શીખતા જઈશું તેમ, તેમના માટેનો આપણો પ્રેમ વધતો જશે.

યહોવા માફ કરે છે

‘ઈશ્વર માફ કરવા તૈયાર છે.’—નહેમ્યા ૯:૧૭.

યહોવા જાણે છે કે મનુષ્યો ડગલે ને પગલે ભૂલો કરે છે. એટલે ‘તે માફ કરવા પણ તૈયાર રહે છે.’ આપણાથી ભૂલ થઈ જાય તો શું કરવું જોઈએ? પસ્તાવો કરીએ, માફી માંગીએ અને એવી ભૂલો ફરી ન કરીએ. એમ કરવાથી યહોવા આપણને માફ કરે છે અને સજા કરતા નથી.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨, ૧૩.

યહોવા પ્રાર્થનાના સાંભળનાર છે

“યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે, મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯.

યહોવાને કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ? તેમને પ્રાર્થના કરવા કોઈ મૂર્તિ કે વિધિની જરૂર નથી. જેમ માબાપ પોતાના બાળકોની વાત સાંભળે છે, તેમ યહોવા દિલથી કરેલી આપણી પ્રાર્થના સાંભળે છે.