સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો!માંથી અણધારી મદદ

સજાગ બનો!માંથી અણધારી મદદ

સજાગ બનો!માંથી અણધારી મદદ

બેનિનના સજાગ બનો!ના લેખક તરફથી

▪ નોએલ એક યહોવાહનો સાક્ષી છે. તે ૨૩ વર્ષનો હતો ત્યારે તેણે પોસ્ટ ગ્રૅજ્યુએટનું ભણતર અધૂરું રાખીને લોકોને બાઇબલનો સંદેશો જણાવવા લાગ્યો. સગાં-વહાલાંઓને એ જાણીને ચિંતા થઈ કે તેને સારી નોકરી મળશે કે કેમ. જોકે નોએલને પાર્ટ-ટાઇમ નોકરી શોધવામાં થોડી તકલીફ પડી. પણ સજાગ બનો! મૅગેઝિનમાંથી તેને મદદ મળી. એમાં એક લેખ હતો, સારી નોકરી મેળવવાના પાંચ સૂચનો (અંગ્રેજી). એ લેખમાં પ્રૅક્ટિકલ સજેશન હતા, તેથી તેણે એ ઘણી વખત વાંચ્યો. * ચાલો આપણે જોઈએ કે એને કેવી રીતે મદદ મળી.

એક વખત નોએલ પ્રચાર કરતો હતો ત્યારે સ્કૂલના એક ડાયરેક્ટરે તેને પૂછ્યું કે શું તું યહોવાહનો સાક્ષી છે? ડાયરેક્ટર જાણતા હતા કે યહોવાહના સાક્ષીઓ સારી રીતે શીખવાડતા હોય છે. એટલે તે નોએલને પૂછે કે શું તે કોઈ યહોવાહના સાક્ષીને ઓળખે છે જે મારી સ્કૂલમાં ભણાવી શકે? જોકે નોએલ કોઈને ઓળખતો ન હતો. એટલે ડાયરેક્ટરે તેને જ પૂછ્યું કે ‘શું તું ના ભણાવી શકે?’

જોકે નોએલે ટીચર બનવાનું કદી વિચાર્યું ન હતું, કેમ કે તે બોલવામાં તોતડાતો હતો. બેનિનના એજ્યુકેશન બૉર્ડ પ્રમાણે તોતડી વ્યક્તિ ટીચર ના બની શકે. જો તેમણે ટીચર બનવું હોય તો પોતે તોતડો નથી એવી ઍગ્ઝામ પાસ કરવી પડે. સ્કૂલ ડાયરેક્ટરે નોએલને જણાવ્યું કે ‘જો તું આ ઍગ્ઝામ પાસ કરશે તો તને મારી સ્કૂલમાં ટીચર તરીકે લઈ લઈશ.’

નોએલને ઍગ્ઝામ આપવાની બીક લાગતી હતી. પણ તેણે બીવાની જરૂર ન હતી, કેમ કે તે યહોવાહના સાક્ષીઓની સભાની સ્કૂલમાં ભાગ લે છે. તે બીજાઓની સામે ત્રીસ મિનિટ સુધી સળંગ બાઇબલના વિચારો જણાવી શકે છે.

અમુક દિવસો પછી નોએલે નક્કી કર્યું કે તે ઍગ્ઝામ આપશે. ઍગ્ઝામિનરે તેને લેખમાંથી એક ફકરો વાંચવા કહ્યું. નોએલ એ જોઈને ઘણો ખુશ થઈ ગયો, કેમ કે એ લેખ સારી નોકરી મેળવવાના પાંચ સૂચનો હતા. એ લેખ તેણે ઘણી વખત વાંચ્યો હતો. તે એ ફકરો સડસડાટ વાંચી નાખે છે, અને પાસ થઈ જાય છે.

ઍગ્ઝામિનરે નોએલને જણાવ્યું કે ‘તે દરેક સજાગ બનો! નિયમિત રીતે વાંચે છે. આ મૅગેઝિનમાં જે માહિતી આપવામાં આવે છે એ બહુ જ ઉપયોગી હોય છે. એટલે હું ઍગ્ઝામ માટે મોટે ભાગે સજાગ બનો!ના લેખો વાપરું છું.’

નોએલે સ્કૂલ ડાયરેક્ટરને જણાવ્યું કે તે પાસ થઈ ગયો છે. તે નોએલને ટીચર તરીકે એક વર્ષ માટે રાખી લે છે. નોએલનું સારું કામ જોઈએ ડાયરેક્ટર ચાહે છે કે તે બીજા વર્ષે પણ નોકરી ચાલુ રાખે. પણ તે એ નોકરી છોડી દે છે, કેમ કે તેને યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસમાં બોલાવવામાં આવે છે. આજે પણ તે ત્યાં પોતાની સેવા આપી રહ્યો છે. (g 9/08)

[Footnote]

^ જુલાઈ ૮, ૨૦૦૫નું અવેક જે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે એના પાન ૪-૯ જુઓ.