સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભમરાની એન્જિનિયરિંગ કળા

ભમરાની એન્જિનિયરિંગ કળા

આનો રચનાર કોણ?

ભમરાની એન્જિનિયરિંગ કળા

● પેપર વૉસ્પ તરીકે ઓળખાતી ભમરાની એક જાતિને કુશળ એન્જિનિયર કહેવામાં આવે છે. ખબર છે શા માટે?

જાણવા જેવું: આ ભમરો એક ખાસ પ્રકારનો કાગળ બનાવે છે અને એમાંથી પોતાનો પૂડો તૈયાર કરે છે અને સાચવે છે. એટલે આ ભમરોને પેપર વૉસ્પ કહેવામાં આવે છે. * આ ભમરાઓ ઝાડ-પાન અને સૂકા લાકડાનાં રેસા બધી બાજુથી ભેગા કરે છે. જેમ કે, લાકડાનાં ઠૂઠાં, થાંભલાં, મકાનો બંધાતા હોય એવી જગ્યાઓ પરથી. પછી એ રેસાઓ ચાવીને એમાં વધારે પ્રોટીનવાળી ચીકણી લાળ ભેળવે છે. આવું કર્યા પછી, બનેલો પદાર્થ કાગળ જેવો હલકો પણ મજબૂત હોય છે. લાળથી બનાવેલા કાગળમાં એવો ખાસ ગુણ હોય છે, જે ગરમી શોષી શકે છે અને ઉત્પન્‍ન પણ કરી શકે છે. આમ ઠંડા દિવસોમાં પૂડાનું તાપમાન જળવાઈ રહે છે.

ભમરાઓ પોતાનો પૂડો ધીમે ધીમે બનાવે છે. બનેલો પૂડો છત્રી જેવું કામ કરે છે અને પલળતો નથી. એમાં છ ખૂણા ધરાવતા ખાનાં હોય છે, આવો આકાર એની મજબૂતાઈ વધારે છે. ભીના વિસ્તારોમાં રહેતા ભમરાઓ, પોતાના પૂડામાં વધારે લાળ ભેળવે છે, જેથી એ ભીંજાઈ નહિ. પોતાનો પૂડો સુરક્ષિત રહે એ માટે, ભમરાઓ ઝાડની ડાળીઓ પર લટકતો પૂડો બનાવે છે. આપણા પેપર બનાવવાના કારખાનાઓ હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે, જ્યારે કે આ ભમરાઓ પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી!

એટલે, ભમરાઓએ બનાવેલા કાગળનો અભ્યાસ, સંશોધકો અને આર્કિટૅક્ટ્‌સ કરી રહ્યા છે. તેઓ એના પરથી બાંધકામની સારી ચીજવસ્તુઓ બનાવવા માંગે છે, જે હલકી પણ મજબૂત અને ગમે તેમ વળી શકે એવી હોય. તેમ જ નાશ કરવાથી પ્રદૂષણ ન કરે એવી હોય.

વિચારવા જેવું: આશરે રેતીના બે કણ જેટલું મગજ ધરાવતા આ ભમરાઓએ શું પેપર અને સુંદર પૂડો બનાવવાનું જાતે શોધી કાઢ્યું? કે પછી તેઓની રાસાયણિક અને એન્જિનિયરિંગ કળાઓ પાછળ કોઈ રચનાર છે? (g12-E 02)

[ફુટનોટ્‌સ]

^ ભમરાની ઘણી જાતિઓ કાગળના પૂડા બનાવે છે. એ પૂડામાં ખાનાઓ હોય છે, જેમાં ઈંડાં મૂકવામાં આવે છે. પછી એમાંથી ઇયળો નીકળે છે.