મુખ્ય વિષય
જીવનથી કેમ હારવું ન જોઈએ જોઈએ?
જો તમે ડાયનાને * મળો, તો તે હોશિયાર, પ્રેમાળ અને મળતાવડી છોકરી લાગે. જોકે, તે બહારથી ખૂબ ખુશ દેખાય પણ મોટા ભાગે તે નિરાશ હોય છે. તે કહે છે, “હું દરરોજ વિચારું છું કે મરી જઉં. હું સાચે જ માનું છું કે મારા વગર દુનિયા વધારે સારી હશે.”
“રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB) પ્રમાણે ભારતમાં ૨૦૧૨માં ૧,૩૫,૪૪૫ લોકોએ આત્મહત્યા કરી. દર કલાકે ૧૫ અને દિવસના ૩૭૧ લોકો આત્મહત્યા કરે છે. તપાસ કરવાથી ખબર પડી કે દરરોજ ૨૪૨ પુરુષો અને ૧૨૯ સ્ત્રીઓ આત્મહત્યા કરે છે.”—ધ હિંદુ, જૂન ૨૬, ૨૦૧૩નું છાપું.
ડાયના કહે છે કે તે ક્યારેય જાતે પોતાનો જીવ નહિ લઈ શકે. તેમ છતાં, તેની પાસે જીવવાનું કોઈ કારણ નથી. તે કહે છે, “મારી ઇચ્છા છે કે હું રોડ અકસ્માતમાં મરણ પામું. હું મરણને દુશ્મન નહિ પણ મિત્ર ગણું છું.”
ઘણા લોકો ડાયના જેવું વિચારતા હોય શકે. અમુકે તો આત્મહત્યા કરવાનો વિચાર અથવા પ્રયત્ન કર્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર મોટા ભાગના લોકો ખરેખર તો પોતાનું જીવન ટૂંકાવી દેવા નથી માંગતા; પણ દુઃખમાંથી છુટકારો મેળવવા માંગે છે. હકીકતમાં, તેઓ માને છે કે તેઓ પાસે મરવાનું કારણ છે; પણ જીવવાનું કોઈ કારણ નથી.
જીવનથી કેમ હારવું ન જોઈએ? ચાલો એનાં ત્રણ કારણો તપાસીએ.
^ ફકરો. 3 નામ બદલ્યું છે.