કાયમી જીવનનું વચન આપનારને અનુસરીએ
“પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ.”—એફે. ૫:૧.
૧. યહોવાને અનુસરવામાં કઈ ક્ષમતા આપણને મદદ કરી શકે?
બીજાઓની લાગણી સમજી શકીએ એવી ક્ષમતા સાથે યહોવાએ આપણને બનાવ્યા છે. અરે, આપણે તેઓના જેવા સંજોગોમાં કદી ન આવ્યા હોઈએ તોપણ તેઓને સમજી શકીએ છીએ. (એફેસી ૫:૧, ૨ વાંચો.) યહોવાને અનુસરવામાં એ ક્ષમતા આપણને કઈ રીતે મદદ કરી શકે? શા માટે આપણે એ ક્ષમતાનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ?
૨. આપણે દુઃખ-તકલીફોમાં હોઈએ ત્યારે યહોવા કેવું અનુભવે છે?
૨ યહોવાએ આપણને એવા ભાવિનું વચન આપ્યું છે, જેમાં દુઃખ-તકલીફ વગરનું કાયમી જીવન હશે. એવું જીવન અભિષિક્તો સ્વર્ગમાં અને “બીજાં ઘેટાં” પૃથ્વી પર મેળવશે. (યોહા. ૧૦:૧૬; ૧૭:૩; ૧ કોરીં. ૧૫:૫૩) જોકે, આજે આપણને જે દુઃખો સહેવાં પડે છે, એને યહોવા સારી રીતે સમજે છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તમાંના પોતાના લોકોનું દુઃખ તે સમજી શક્યા. ‘તેઓનાં સર્વ દુઃખોમાં તે દુઃખી થયા.’ (યશા. ૬૩:૯) એની અમુક સદીઓ પછી, તેમના ભક્તો મંદિરનું સમારકામ કરતા હતા ત્યારે તેઓને દુશ્મનોનો ડર હતો. એ સમયે પણ યહોવા તેઓની લાગણીઓ સમજી શક્યા. યહોવાએ તેમને કહ્યું: ‘જે તમને અડકે છે તે મારી આંખની કીકીને અડકે છે.’ (ઝખા. ૨:૮) એક માતા પોતાના બાળકને પ્રેમ કરે એ રીતે યહોવા પોતાના સેવકોને પ્રેમ કરે છે અને તેઓને મદદ કરવા માંગે છે. (યશા. ૪૯:૧૫) બીજાઓના સંજોગોમાં પોતાને મૂકીને જોવાથી આપણે તેઓની લાગણી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ કરીને આપણે યહોવાના પ્રેમને અનુસરીએ છીએ.—ગીત. ૧૦૩:૧૩, ૧૪.
યહોવાને અનુસરીને ઈસુએ લોકોને પ્રેમ બતાવ્યો
૩. શું બતાવે છે કે ઈસુને લોકો માટે લાગણી હતી?
૩ ભલે, બીજા લોકોના જેવા સંજોગોમાં ઈસુ કદી આવ્યા ન હતા. છતાં, તે તેઓની તકલીફો સારી રીતે સમજી શકતા હતા. દાખલા તરીકે, ઘણા લોકોનું જીવન અઘરું છે એમ ઈસુ જાણતા હતા. એ સમયના ધર્મગુરુઓ જૂઠું કહેતા અને એવા નિયમો થોપી બેસાડતા જે ઈશ્વરે આપ્યા ન હતા. એવા આગેવાનોથી લોકો ડરતા હતા. (માથ. ૨૩:૪; માર્ક ૭:૧-૫; યોહા. ૭:૧૩) જ્યારે કે, ઈસુ કદી આગેવાનોથી ડર્યા કે છેતરાયા નહિ. તોપણ, બીજા લોકોની લાગણીઓ ઈસુ સમજી શકતા હતા. તેથી, લોકો સાથે થતા ખરાબ વ્યવહારથી ઈસુને ખૂબ દુઃખ થતું. તેઓ “પાળક વગરનાં ઘેટાં”ની જેમ એકદમ લાચાર હતા. (માથ. ૯:૩૬) પોતાના પિતા યહોવા પાસેથી ઈસુ બીજાઓને પ્રેમ બતાવવાનું તેમજ ‘દયા અને કરુણાથી’ વર્તવાનું શીખ્યા હતા.—ગીત. ૧૦૩:૮.
૪. લોકોની દુઃખ-તકલીફ જોઈને ઈસુએ શું કર્યું?
૪ ઈસુએ લોકોને દુઃખમાં જોયા ત્યારે તેમણે તેઓને મદદ કરી. કારણ કે, ઈસુ તેઓને ખૂબ ચાહતા હતા. તે સ્વભાવે પોતાના પિતા જેવા જ હતા. દાખલા તરીકે, એક વાર પ્રચારમાં લાંબી મુસાફરી કરવાથી ઈસુના પ્રેરિતો થાકી ગયા હતા. તેઓને એક શાંત જગ્યામાં આરામની જરૂર હતી. પણ ઈસુએ જોયું કે ઘણા લોકો તેમની રાહ જુએ છે. તેઓને મદદની જરૂર છે એમ જાણીને ઈસુ ‘તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.’—માર્ક ૬:૩૦, ૩૧, ૩૪.
યહોવાની જેમ પ્રેમાળ બનીએ
૫, ૬. યહોવાની જેમ પ્રેમાળ બનવા આપણે શું કરવું જોઈએ? એક દાખલો આપી સમજાવો. (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૫ યહોવાની જેમ પ્રેમાળ બનવા આપણે શું કરવું જોઈએ? ચાલો એક સંજોગનો વિચાર કરીએ. એલન નામે એક યુવાન ભાઈ છે. તે એક વૃદ્ધ ભાઈનો વિચાર કરી રહ્યા છે. એ ભાઈને ચાલવામાં તકલીફ પડે છે અને આંખે ઝાંખું દેખાય છે. એલનને ઈસુના આ શબ્દો યાદ આવે છે: “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) તેથી, એલનના મનમાં આવો પ્રશ્ન ઊઠે છે, “હું બીજાઓ પાસેથી શું ચાહું છું?” એના જવાબમાં તે વિચારે છે, “લોકો મારી સાથે ફૂટબોલ રમે હું એવું ચાહું છું.” પણ, એ વૃદ્ધ ભાઈ દોડી શકતા નથી કે રમી શકતા નથી. તેથી, એલને અહીં આવું વિચારવાની જરૂર છે: “જો હું એ ભાઈની જગ્યાએ હોત તો મેં બીજાઓ પાસેથી શું ચાહ્યું હોત?”
૬ એલન હજી યુવાન છે. તોપણ, અહીં તે એ વિચારવાનો પ્રયત્ન કરે છે કે તે ઘરડો હોત તો તેને કેવું લાગત. એ વૃદ્ધ ભાઈ સાથે તે સમય વિતાવે છે અને તેમનું ધ્યાનથી સાંભળે છે. એ પછી, તે સમજે છે કે ભાઈને બાઇબલ વાંચવામાં અને ઘર-ઘરના પ્રચારકાર્યમાં જવામાં તકલીફ પડે છે. એલન વિચારે છે કે એ વૃદ્ધ ભાઈને પોતે કઈ રીતે મદદ કરી શકે. તેમના માટે કંઈ પણ કરવાની તેની ઇચ્છા છે. આપણે પણ બીજાઓની લાગણીઓ સમજીશું અને તેઓને પ્રેમ બતાવીશું ત્યારે, યહોવાને અનુસરી શકીશું.—૧ કોરીં. ૧૨:૨૬.
૭. ભાઈ-બહેનોનો જે અનુભવી રહ્યા છે, એને આપણે કઈ રીતે સમજી શકીએ?
૭ લોકોનું દુઃખ સમજવું હંમેશાં કંઈ સહેલું નથી. ખાસ કરીને ત્યારે જ્યારે આપણે તેઓના સંજોગોમાંથી પસાર થયા ન હોઈએ. દાખલા તરીકે, આપણા ઘણાં ભાઈ-બહેનો બીમારી, ઈજા કે ઘડપણને લીધે પીડા રોમનો ૧૨:૧૫; ૧ પીતર ૩:૮ વાંચો.
સહે છે. કેટલાક ડિપ્રેશનમાં છે તો, કેટલાક ભારે ચિંતામાં ડૂબી ગયા છે. અમુક પર અત્યાચાર થયો હોવાથી તેઓ ઘણાં દુઃખમાં છે. બીજા કેટલાક સેવકો એકલા હાથે બાળકો ઉછેરે છે અથવા એવા કુટુંબમાં રહે છે, જે સત્યમાં નથી. દરેકને કોઈકને કોઈક તકલીફ છે. તેમજ, મોટા ભાગની એ તકલીફો આપણી મુશ્કેલીઓ કરતાં સાવ જુદી હોય છે. પરંતુ, આપણે તેઓને પ્રેમ અને મદદ આપવા માંગીએ છીએ. એ માટે આપણે શું કરી શકીએ? દરેક વ્યક્તિની જરૂરિયાત જુદી હોય શકે. તેથી, આપણે તેનું ધ્યાનથી સાંભળીશું અને તેની લાગણીઓ સમજવાનો પ્રયત્ન કરતા રહીશું. એમ કરીશું તો તેની જરૂરિયાત શી છે, એનો ખ્યાલ આવશે. તેમજ, આપણે તેને મદદ કરવાની સૌથી સારી રીત જાણી શકીશું. કદાચ, તેને યાદ અપાવી શકીએ કે યહોવાને તેની મુશ્કેલી વિશે કેવું લાગે છે. તેને બીજી કોઈ રીતે પણ મદદ કરી શકીએ. એમ કરીને આપણે યહોવાને અનુસરીએ છીએ.—યહોવાની જેમ માયાળુ બનીએ
૮. લોકો પ્રત્યે માયાળુ બનવા ઈસુને શામાંથી મદદ મળી?
૮ યહોવા દરેક પ્રત્યે માયાળુ છે. (લુક ૬:૩૫) ઈસુ પણ તેમના પિતા જેવા જ છે. ઈસુ ધરતી પર હતા ત્યારે લોકો સાથે દયાથી વર્ત્યા. એમ કરવા તેમને શામાંથી મદદ મળી? ઈસુ હંમેશાં વિચારતા કે પોતાનાં વાણી-વર્તનથી બીજાઓને કેવું લાગશે. દાખલા તરીકે, ઈસુ પાસે એક એવી સ્ત્રી આવી, જેણે ઘણાં પાપ કર્યાં હતાં. તે એટલું રડી કે તેનાં આંસુઓથી ઈસુના પગ ભીંજાયા. એ સ્ત્રીને પોતે કરેલાં પાપનો ઘણો પસ્તાવો હતો, જે ઈસુ જોઈ શક્યા. ઈસુ સમજી શક્યા કે જો તેની સાથે કડક રીતે વર્તશે તો તેને હજુય દુઃખ થશે. તેથી, તેના એ સારા કામના ઈસુએ વખાણ કર્યા અને તેને માફ કરી. અરે, એ બાબતે એક ફરોશી ઈસુ સાથે સહમત ન થયો, તોપણ ઈસુએ તેની સાથે નમ્રભાવે વાત કરી.—લુક ૭:૩૬-૪૮.
૯. યહોવાની જેમ માયાળુ બનવા આપણને શું મદદ કરી શકે? દાખલો આપો.
૯ યહોવાની જેમ આપણે કઈ રીતે માયાળુ બની શકીએ? કંઈ પણ કહેતાં કે કરતા પહેલાં આપણે વિચાર કરવો જોઈએ, જેથી બીજાઓ પ્રત્યે માયાળુ બની શકીએ અને તેઓની લાગણીઓને ઠેસ ન પહોંચાડીએ. પાઊલે લખ્યું, “પ્રભુના દાસે વિખવાદ કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ” બને. (૨ તીમો. ૨:૨૪) દાખલા તરીકે, તમે આવા સંજોગોમાં કઈ રીતે માયાળુ બની શકો એનો વિચાર કરો: જો તમારો ઉપરી પોતાનું કામ બરાબર રીતે ન કરતો હોય, તો તમે શું કરશો? કોઈ ભાઈ જે બહુ સમયથી સભાઓમાં નથી આવતા, તે એક દિવસે સભામાં આવે ત્યારે તેમને શું કહેશો? પ્રચારમાં તમને કોઈ એમ કહે કે તમારી વાત સાંભળવાનો તેની પાસે સમય નથી, તો તમે તેને નમ્રતા કઈ રીતે બતાવશો? જો પત્ની પૂછે કે તમારી કોઈ યોજના વિશે તમે કેમ તેને જણાવ્યું નહિ, તો શું તમે તેની સાથે માયાળુ રીતે વાત કરશો? આપણે એ સમજવાની જરૂર છે કે, વ્યક્તિની લાગણી શી છે અને આપણા શબ્દોથી તેને કેવું લાગશે. એમ કરવાથી જાણી શકીશું કે વાણી-વર્તનમાં યહોવાની જેમ માયાળુ બનવા શું કરવું જોઈએ.—નીતિવચનો ૧૫:૨૮ વાંચો.
યહોવાની જેમ સમજદારીથી કામ લઈએ
૧૦, ૧૧. આપણે યહોવા પાસેથી કઈ રીતે શીખી શકીએ? દાખલો આપો.
૧૦ યહોવાની અપાર સમજદારીનો આપણે કદીયે અંદાજ લગાવી શકતા નથી. યહોવા ચાહે ત્યારે જોઈ શકે કે ભાવિમાં શું બનશે. ભલે આપણે ભાવિ જોઈ શકતા નથી. છતાં, આપણે પણ સમજદારી બતાવી શકીએ છીએ. કઈ રીતે? કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એની, આપણા પર કે બીજાઓ પર કેવી અસર થશે એનો વિચાર કરીને. આપણે પ્રાચીન સમયના ઈસ્રાએલીઓ જેવા ન બનીએ. તેઓએ યહોવાની આજ્ઞા ન માનવાના પરિણામનો જરાય વિચાર કર્યો પુન. ૩૧:૨૯, ૩૦; ૩૨:૨૮, ૨૯.
નહિ. અરે, યહોવા સાથેના સંબંધ અને યહોવાએ તેઓ માટે જે કર્યું હતું, એનો પણ તેઓએ વિચાર ન કર્યો. જ્યારે મુસાએ ઈસ્રાએલીઓને પાપ તરફ ઢળતા જોયા ત્યારે તેમણે કહ્યું: ‘તેઓ બુદ્ધિ વગરની દેશજાતિ છે અને તેઓમાં કંઈ સમજણ નથી. અરે, તેઓ ડાહ્યા થયા હોત, ને તેઓ સમજનારા થયા હોત અને તેઓ પોતાના પરિણામનો વિચાર કરત તો કેવું સારું!’—૧૧ દાખલા તરીકે, તમે ભાવિ લગ્નસાથીને ઓળખવા, એકબીજા સાથે સમય વિતાવતા હો તો એક વાત ભૂલશો નહિ: કોઈના તરફ આકર્ષાતા હો ત્યારે, લાગણીઓ અને જાતીય ઇચ્છાઓ કાબૂમાં રાખવી અઘરી હોય છે. તેથી, એવું કંઈ ન કરો, જેનાથી યહોવા સાથેનો તમારો અમૂલ્ય સંબંધ ખતરામાં આવી પડે. એને બદલે, સમજદારીથી કામ લો અને જોખમ ટાળો. એવા સમયમાં યહોવાની આ ડહાપણભરી સલાહ હંમેશાં યાદ રાખો: “ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે.”—નીતિ. ૨૨:૩.
વિચારોને કાબૂમાં રાખીએ
૧૨. આપણા વિચારો કઈ રીતે આપણને નુકસાન પહોંચાડી શકે?
૧૨ એક સમજદાર વ્યક્તિ પોતાના વિચારો કાબૂમાં રાખે છે. આપણા વિચારોને આગ સાથે સરખાવી શકાય. આગ આપણને ફાયદો અથવા નુકસાન કરી શકે. એ જ રીતે, વિચારોથી ફાયદો કે નુકસાન થઈ શકે. આગને સંભાળીને વાપરવામાં આવે તો ખોરાક રાંધી શકાય. પણ જો કાળજી ન રાખવામાં આવે તો એ ઘર સળગાવી શકે. અરે, આપણો જીવ લઈ શકે. જ્યારે કે યહોવા પાસેથી શીખેલી બાબતો પર વિચારવામાં આપણું ભલું છે. પરંતુ, ખોટાં જાતીય કામો વિશે વિચારતા રહીશું તો એ માટે ઇચ્છા વધશે. અરે, કદાચ કોઈ ખોટું કામ કરી બેસીશું. પરિણામે, યહોવા સાથેની આપણી મિત્રતા તૂટી શકે.—યાકૂબ ૧:૧૪, ૧૫.
૧૩. હવાએ પોતાના જીવન વિશે શું વિચાર્યું?
૧૩ પ્રથમ સ્ત્રી હવાના દાખલામાંથી આપણે શીખી શકીએ. યહોવાએ આદમ અને હવાને “ભલુંભૂંડું જાણવાના વૃક્ષ”નું ફળ ખાવાની મનાઈ કરી હતી. (ઉત. ૨:૧૬, ૧૭) પણ, શેતાને હવાને કહ્યું: “તમે નહિ જ મરશો; કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” હવા વિચારવા લાગી કે ખરું-ખોટું જાતે નક્કી કરીશ તો જીવન વધુ સરસ બની જશે. એ વિશે તેણે સતત વિચાર્યા કર્યું. તેમજ, તેણે જોયું કે “ખાવાને વાસ્તે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ, એવું એ વૃક્ષ છે.” એ પછી શું થયું? તેણે “ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.” (ઉત. ૩:૧-૬) પરિણામે, ‘જગતમાં પાપનો પ્રવેશ થયો અને પાપથી મરણ’ આવ્યું. (રોમ. ૫:૧૨) હવાએ ખોટું કરવા વિશે સતત વિચારતા રહીને કેટલી મોટી ભૂલ કરી!
૧૪. જાતીય અનૈતિક કામો વિશે બાઇબલ શું ચેતવે છે?
૧૪ હવાએ જાતીયતાને લગતું પાપ કર્યું ન હતું. તોપણ, જાતીય અનૈતિક કામોની કલ્પના ન કરવા બાઇબલ ચેતવે છે. ઈસુએ કહ્યું: ‘સ્ત્રીને જે કોઈ ખોટી નજરે જોયા કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.’ (માથ. ૫:૨૮) પાઊલે પણ ચેતવતા કહ્યું, ‘શરીરની દુષ્ટ વાસનાઓ માટે યુક્તિઓ ન ઘડો.’—રોમ. ૧૩:૧૪.
૧૫. આપણે કઈ ધનદોલત ભેગી કરવી જોઈએ અને શા માટે?
૧૫ બાઇબલ એમ પણ કહે છે કે આપણે યહોવાને ખુશ કરવા પર ધ્યાન આપવું જોઈએ, અમીર બનવાના વિચારો પર નહિ! ભલેને વ્યક્તિ ગમે તેટલી ધનવાન કેમ ન હોય, તેનો પૈસો તેને બચાવી શકતો નથી. (નીતિ. ૧૮:૧૧) જે વ્યક્તિ યહોવાની ભક્તિ પહેલી મૂકવાને બદલે, ધનદોલત ભેગી કરતી રહે છે, તેને ઈસુ મૂર્ખ કહે છે. તે “ઈશ્વર પ્રત્યે ધનવાન નથી.” (લુક ૧૨:૧૬-૨૧) પરંતુ, આપણે ‘સ્વર્ગમાં ધનદોલત’ ભેગી કરીએ છીએ ત્યારે, યહોવા ખુશ થાય છે અને આપણને પણ ખુશી મળે છે. (માથ. ૬:૨૦; નીતિ. ૨૭:૧૧) યહોવા સાથે સારો સંબંધ હોવો એ કોઈ પણ બાબત કરતાં ઘણું કીમતી છે!
ચિંતામાં ડૂબેલા ન રહીએ
૧૬. ચિંતાથી ઘેરાઈ ગયા હોઈએ ત્યારે શું મદદ કરી શકે?
૧૬ આ જગતમાં અમીર થવાના પ્રયત્નો, ચિંતાઓ પણ લેતા આવે છે. (માથ. ૬:૧૯) ઈસુએ કહ્યું કે હંમેશાં પૈસાની ચિંતામાં રહેનાર વ્યક્તિ માટે ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવું અઘરું બનશે. (માથ. ૧૩:૧૮, ૧૯, ૨૨) કેટલાક લોકોને પોતાની સાથે કંઈક ખોટું બનશે એવી ચિંતા સતત કોરી ખાય છે. પરંતુ, સતત ચિંતામાં રહીશું તો બીમાર પડી જઈશું. અરે, કદાચ યહોવામાં આપણી શ્રદ્ધા નબળી પડવા લાગે. એમ ન થાય માટે, યહોવા આપણને મદદ કરશે એવો પૂરો ભરોસો રાખીએ. બાઇબલ જણાવે છે કે “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિ. ૧૨:૨૫) તેથી, જો તમને કોઈ વાતની ચિંતા સતાવે, તો યહોવાની ભક્તિ કરનાર અને તમને સારી રીતે ઓળખનાર વ્યક્તિ સાથે વાત કરો. તમારાં માતા-પિતા, લગ્નસાથી કે કોઈ સારા મિત્ર તમને યહોવામાં ભરોસો રાખવા, ઉત્તેજન અને ચિંતાથી રાહત આપી શકશે.
૧૭. આપણે ચિંતામાં હોઈએ ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે?
૧૭ યહોવાને ખબર છે કે આપણને ચિંતામાં શાનાથી રાહત મળી શકે અને શાનાથી સારું લાગશે. પાઊલે લખ્યું, ‘કશાની ચિંતા ન કરો. પણ દરેક બાબતમાં પ્રાર્થના અને વિનંતીઓ દ્વારા ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની અને મનોની સંભાળ રાખશે.’ (ફિલિ. ૪:૬, ૭) તેથી, જ્યારે તમે ચિંતામાં હો ત્યારે યહોવા જે મદદ આપે છે એનો વિચાર કરો. તે આપણને એવી મદદ આપે છે, જેનાથી તેમની સાથે આપણી મિત્રતા ગાઢ બની રહે. તે આપણને ભાઈ-બહેનો, વડીલો, બુદ્ધિમાન ચાકર, સ્વર્ગદૂતો અને ઈસુ દ્વારા મદદ પૂરી પાડે છે.
૧૮. કલ્પના કરવાની ક્ષમતા આપણને કઈ રીતે મદદ કરી શકે?
૧૮ આપણે શીખ્યા કે બીજાઓ કેવું અનુભવે છે એને સમજીએ છીએ ત્યારે આપણે યહોવાને અનુસરીએ છીએ. (૧ યોહા. ૪:૮) બીજાઓ સાથે પ્રેમાળ અને માયાળુ બનીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે. આપણા કામનું પરિણામ શું આવશે એનો વિચાર કરવાથી આપણું ભલું થાય છે. ઉપરાંત, સતત ચિંતા કરવાનું ટાળીને આપણે આનંદી રહી શકીએ છીએ. ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે, ચાલો એની કલ્પના કરીએ અને યહોવાને અનુસરવા બનતું બધું કરીએ!—રોમ. ૧૨:૧૨.