સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અનેરો આનંદ

અનેરો આનંદ

(ગીતશાસ્ત્ર ૧૬:૧૧)

ડાઉનલોડ:

  1. ૧. હીરા મોતીની જેમ મઢ્યા

    ચાંદો ને તારા

    સોનેરી સૂરજ રંગીને

    સવાર સાંજ આપ્યા

    દિલ મારું તારી શોધ કરે

    તું પ્રેમનો મુજ પર ધોધ કરે

    બસ તું ચિત્રકાર

    (ટેક)

    ઝૂમી ઊઠે છે દિલ મારું

    જોઈને આ વિશ્વ રૂપાળું

    તારે હાથે રંગેલું

    તારા પ્રેમનો રંગ અનોખો

    મારા દિલમાં તેં ભરેલો

    એનો આનંદ અનેરો

    અનેરો છે આનંદ

  2. ૨. યહોવા તું વાંચ મારું દિલ

    હું વાંચું તારું

    તારી કળી કળીમાં છે

    તારા પ્યારનો રંગ

    ખીલે છે દિલ ફૂલોની જેમ

    ઝૂમી ઊઠે છે મોરની જેમ

    જોઈને તારો પ્રેમ

    (ટેક)

    ઝૂમી ઊઠે છે દિલ મારું

    જોઈને આ વિશ્વ રૂપાળું

    તારે હાથે રંગેલું

    તારા પ્રેમનો રંગ અનોખો

    મારા દિલમાં તેં ભરેલો

    એનો આનંદ અનેરો

    અનેરો છે આનંદ

    (ખાસ પંક્તિઓ)

    અંધારી કાળી રાતોમાં

    ઉજાસ પાથર્યો

    તારા કલેજાનો ટુકડો

    અમને તેં ખુશીથી દીધો

    (ટેક)

    ઝૂમી ઊઠે છે દિલ મારું

    જોઈને આ વિશ્વ રૂપાળું

    તારે હાથે રંગેલું

    તારા પ્રેમનો રંગ અનોખો

    મારા દિલમાં તેં ભરેલો

    એનો આનંદ અનેરો

    અનેરો છે આનંદ

    (ટેક)

    ઝૂમી ઊઠે છે દિલ મારું

    જોઈને આ વિશ્વ રૂપાળું

    તારે હાથે રંગેલું

    તારા પ્રેમનો રંગ અનોખો

    મારા દિલમાં તેં ભરેલો

    એનો આનંદ અનેરો

    અનેરો છે આનંદ