યુવાનો પૂછે છે
જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?
મુશ્કેલી: જો તમે શરમાળ સ્વભાવના હો, તો તમે સારા મિત્રો નહિ બનાવી શકો અને જીવનની મજા નહિ માણી શકો.
ફાયદો: શરમાળ સ્વભાવ હોવો હંમેશાં ખોટું નથી. એના લીધે તમે બોલતા પહેલા વિચારશો. એટલું નહિ, તમે અમુક બાબતોનું ધ્યાન રાખશો અને સારા સાંભળનાર બનશો.
આશા: તમે કદાચ અત્યારે શરમાળ હો તો, એનો અર્થ એ નથી કે તમે હંમેશાં એવા જ રહેશો. તમે એના પર કાબૂ મેળવી શકો છો. આ લેખમાં જોઈશું કે તમે એવું કઈ રીતે કરી શકો.
શાનાથી ડર લાગે છે એ વિચારો
જો તમે શરમાળ સ્વભાવના હશો, તો તમને બીજાઓ સાથે સામસામે વાત કરવાથી ડર લાગશે. જાણે તમને અંધારી રૂમમાં પૂરી દીધા હોય, એમ તમને એકલું એકલું લાગવા લાગે. તમે કદાચ ડરી જાઓ. જેમ લાઇટ ચાલુ કરવાથી રૂમમાં પ્રકાશ ફેલાય છે, તેમ તમને શાનાથી ડર લાગે છે એના પર વિચાર કરવાથી તમારી ચિંતા ઓછી થશે. ચાલો એના ત્રણ ઉદાહરણો જોઈએ.
ડર #૧: “મને ખબર નથી કે શું વાત કરું.”
હકીકત: લોકો એ યાદ નથી રાખતા કે તમે શું કહ્યું હતું. પણ તેઓ એ યાદ રાખે છે કે તમારા લીધે તેઓને કેવું લાગ્યું હતું. બીજા લોકોની વાત ધ્યાનથી સાંભળીને તેઓમાં રસ બતાવો. એમ કરવાથી તમે ડર પર કાબૂ મેળવી શકો છો.
વિચારવા જેવું: તમને કેવો મિત્ર ગમશે? એવો મિત્ર જે હંમેશાં બોલ બોલ કરે કે પછી જે તમારું ધ્યાનથી સાંભળે
ડર #૨: “લોકોને લાગશે કે હું બોરિંગ છું.”
હકીકત: તમે શરમાળ સ્વભાવના હો કે ન હો લોકો તો તમારા વિશે પોતાના વિચારો તો જણાવશે. તમારા ડર પર તમે કાબૂ મેળવી શકો છો. બીજાઓ સાથે વાતચીત કરો છો ત્યારે, લોકો જોઈ શકે છે કે તમે ખરેખર કેવા છો. જો તમે આવું કરશો તો લોકો તમારા વિશે સારું વિચારી શકે છે.
વિચારવા જેવું: શું તમને એવું લાગે છે કે લોકો તમારા વિશે ખોટું વિચારે છે? બની શકે કે તમે તેઓ વિશે ખોટું વિચારતા હોવ કે તેઓ તમને પસંદ નથી કરતા.
ડર #૩: “જો મારાથી બોલવામાં કંઈક ભૂલ થઈ જશે, તો મારે બધાની સામે શરમાવું પડશે.”
હકીકત: એવું તો બધાની સાથે થાય છે, એના લીધે ડરવાની જરૂર નથી. જો તમારાથી એવી ભૂલ થઈ જાય તો શું કરશો? એને બીજાઓને એ બતાવવાની તક ગણો કે તમારાથી પણ ભૂલો થઈ જાય છે. તમે એવું નથી વિચારતા કે તમારાથી ક્યારેય ભૂલો નથી થતી.
વિચારવા જેવું: શું તમને એવા લોકો સાથે વાત કરવાની મજા નથી આવતી, જેઓ સ્વીકારે છે કે તેઓથી પણ ભૂલો થઈ જાય છે?
શું તમે જાણો છો? અમુક લોકો વિચારે છે કે તેઓ મૅસેજથી ઘણી વાત કરે છે, એટલે તેઓ શરમાળ નથી. પણ રૂબરૂ મળીને વાતચીત કરીએ છીએ ત્યારે, સહેલાઈથી સાચા દોસ્તો બનાવી શકીએ છીએ. એક પુસ્તકમાં a જણાવ્યું છે: “જ્યારે આપણે એકબીજાને જોઈએ છીએ અને એકબીજાને સાંભળીએ છીએ, ત્યારે એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ.”
શું કરી શકો?
સરખામણી ન કરો. એવું નથી કે તમારે જ બોલ બોલ કરવું પડશે. પણ તમારે તમારો શરમાળ સ્વભાવ છોડવા મહેનત કરવાની જરૂર છે, જેથી તમે સારા મિત્રો બનાવી શકો અને જીવનની મજા માણી શકો.
“તમારે લાંબી લાંબી વાતચીત કરવાની જરૂર નથી. એવું પણ નથી કે બધાનું ધ્યાન ફક્ત તમારી પર જ હોવું જોઈએ. કોઈ નવી વ્યક્તિને મળો ત્યારે, પોતાના વિશે થોડું જણાવો અથવા તેમના વિશે કંઈક પૂછો.”—એલીસિયા.
બાઇબલ સિદ્ધાંત: “દરેક માણસ પોતાનાં કામોની તપાસ કરે. આમ તેને પોતાનાં જ કામોને લીધે ખુશી મળશે. તેણે પોતાનાં કામોની સરખામણી બીજાઓ સાથે કરવી નહિ.”—ગલાતીઓ ૬:૪.
બીજાઓ પર ધ્યાન આપો. એવા લોકો પર ધ્યાન આપો જેઓ બીજાઓ સાથે સારી રીતે વાતચીત કરે છે. તેઓ શું કરે છે અને શું નથી કરતા એના પર પણ ધ્યાન આપો. તેઓમાં વાતચીત કરવાની એવી કઈ આવડત છે, જે તમે લાગુ પાળી શકો.
“જે લોકો સહેલાઈથી દોસ્તો બનાવે છે, તેઓ પર ધ્યાન આપો અને તેઓ પાસેથી શીખો. તેઓ પહેલી વાર કોઈને મળે ત્યારે, તેઓ શું વાત કરે છે અને કઈ રીતે વર્તે છે એ જુઓ.”—એરોન.
બાઇબલ સિદ્ધાંત: “જેમ લોઢું લોઢાને તેજદાર બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજદાર બનાવે છે.”—નીતિવચનો ૨૭:૧૭.
સવાલો પૂછો. મોટા ભાગે લોકોને કોઈ વિષય પર પોતાના વિચારો જણાવવાના ગમે છે. એટલે વાતચીત શરૂ કરવા સવાલો પૂછવા એ સારી રીત છે. એનાથી લોકોનું ધ્યાન તમારા પર નહિ જાય.
“કોઈ પ્રસંગમાં જતા પહેલાં વિચારી રાખો કે તમે નવા લોકોને મળો ત્યારે, શું કહેશો અને શું પૂછશો. એમ કરવાથી તમને ઓછી ચિંતા થશે.”—એલાના.
બાઇબલ સિદ્ધાંત: “તમે ફક્ત પોતાનો જ વિચાર ન કરો, પણ બીજાઓની ભલાઈનો પણ વિચાર કરો.”—ફિલિપીઓ ૨:૪.
a રીક્લેમીંગ કન્વરઝેશન